ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 2:39 પી એમ(PM) | ઇઝરાયેલ

printer

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી

ઇઝરાયેલે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટને સ્થગિત કરવા આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત -ICCને અપીલ કરી છે. ઇઝરાયેલના બંને નેતાઓ વિરુદ્ધ વર્ષ 2023-24 ગાઝા યુદ્ધના અપરાધ મામલે આંતર-રાષ્ટ્રીય ગુના બાબતોની અદાલતે બંને વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેમની સામે 8 ઓક્ટોબર, 2023 અને 20 મે, 2024 વચ્ચે આચરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ છે.
ઇઝરાયેલની સરકાર ICCના અધિકાર ક્ષેત્ર અને વોરંટની કાયદેસરતા સામે લડી રહી છે અને દેશ સામે પક્ષપાતનો દાવો કરી રહી છે. જ્યારે અમેરિકા અને ફ્રાન્સે વોરંટની ટીકા કરી છે. જયારે યુનાઇટેડ કિંગ્ડમ અને કેનેડાએ આ વોરંટને યોગ્ય ગણાવ્યું છે. ફ્રાન્સની સરકારે દાવો કર્યો કે બેન્જામિન નેતન્યાહુને યુદ્ધ અપરાધો માટે આંતર-રાષ્ટ્રીય ફોજદારી અદાલત દ્વારા જાહેર કરાયેલા ધરપકડ વોરંટમાંથી મુક્તિ મળે છે કારણ કે ઇઝરાયેલ ICC સભ્ય નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ