ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 6:56 પી એમ(PM)

printer

ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હુમલાઓ કરતાં તણાવમાં વધારો..

ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં જમીની હુમલા કરતા મધ્યપૂર્વમાં તણાવવધ્યો છે. ઇઝરાયેલના દળોએ ઉત્તરમાં જોખમની સ્થિતિ સામે સરહદ નજીક હિજબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી કાર્યવાહી કરી છે. ઇઝરાયેલે આ કાર્યવાહીને ‘ઑપરેશનનોર્ધન એરોઝ’ નામ આપ્યું છે. જે અંતર્ગત કાળજીપૂર્વકની વ્યૂહરચના અનુસાર પગલાં લેવાઈ રહ્યા છે. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર સૈનિકો જમીની કાર્યવાહી માટે તાલીમલઈ રહ્યા છે. આ માટે તેમને વાયુદળ અને અન્ય લશ્કરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે, અને ચોક્કસ સ્થાનોને નિશાન બનાવીને હુમલા કરાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઇઝરાયેલે બેરુતના દક્ષિણી ઉપનગરો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે, જેને કારણે સ્થાનિક લોકોનો આ વિસ્તારો છોડવાના આદેશ અપાયા છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર આજે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 95 લોકોના મોત થયા છે. દરમિયાન ઇઝરાયેલ અને હમાસે લેબનોનમાં હમાસના વડ઼ા ફતેહ શરીફઅબુ – અલ અમીનના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સિવાય પણ હિજુબુલ્લાહ અને પેલેસ્ટાઇનના કેટલાક લડવૈયાઓ ઠાર મરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ