ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી હતી. દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદઅલ-સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે, ‘જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડક જવાબ આપવા પ્રતિબદ્ધ છીએ.’ બીજી એક ઘટનામાં હમાસની સૈન્ય શાખા, અલ-કસમ બ્રિગેડે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | news | newsupdate