ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે. આ બેઠકમાં ઉગ્રવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં સંઘર્ષ વિરામની શકયતાઓ અંગે ચર્ચા કરાશે.
દરમ્યાન, ઇજીપ્તના મધ્યસ્થીથી આ સપ્તાહમાં યોજાનારી શાંતિમંત્રણાની સફળતા અંગે ઇઝરાયેલના વલણના કારણે પ્રશ્નનચિન્હો ઉભા થયા છે. ઇઝરાયેલે ફીલાડેલ્ફી અને નેટઝરીમ કોરીડોરમાં પોતાના દળો યથાવત રાખવાનું વલણ અપનાવ્યું છે.
જો કે, અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કને તાજેતરની મુલાકાત બાદ એવી જાહેરાત કરી હતી કે, ઇજીપ્ત અને ગાઝાપટ્ટી વચ્ચેના મહત્વના ફિલાડેલ્ફી કોરિડોરમાંથી પોતાના દળો પાછા ખેંચી લેવા ઇઝરાયેલ સંમત થયું છે. જો કે, ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂના કાર્યાલયે ગાઝા ઇજીપ્ત સરહદેથી ઇઝરાયેલી સેના પાછી ખેંચવા બાબતે સંમતિ સધાઇ હોવાનો ઇન્કાર કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:56 પી એમ(PM) | ઇઝરાયેલ
ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે
