ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ઘર નજીક હવાઈ હુમલો થયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે આ હુમલાની નિંદા કરી અને જવાબદારોને શોધવા માટે ઝડપી તપાસ કરવા કહ્યું છે. તેમણે જાહેર જીવનમાં વધતી હિંસા સામે પણ ચેતવણી આપી હતી. આ હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 19 ઓક્ટોબરના રોજ નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો થયો હતો.
Site Admin | નવેમ્બર 17, 2024 3:06 પી એમ(PM)
ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ઘર નજીક હવાઈ હુમલો થયો હતો
