ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કથિત રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ઇઝરાયેલે લેબનોનમાં સામૂહિક પેજર વિસ્ફોટ કર્યા હતા, ઇઝરાયેલના મીડિયા સ્ત્રોતો અનુસાર તેમણે એમ પણ કહ્યું હતું કે આ ઓપરેશનને કારણે જ હિઝબુલ્લાહના નેતા હસનન સરાલ્લાહનું મૃત્યુ થયું હતું,
સપ્ટેમ્બરમાં થયેલા ઓપરેશનમાં હિઝબોલ્લાહના સંચાલકોને નિશાન બનાવીને હજારો પેજર્સ અને વોકી-ટોકિમાં વિસ્ફોટ કરાયો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલાઓમાં બાળકો સહિત 37 લોકોના મોત થયા હતા અને આશરે ત્રણ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા..
Site Admin | નવેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)