ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 8:00 પી એમ(PM)

printer

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે જેઓ ઇઝરાયેલને નુકસાન પહોંચાડશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઇઝરાયેલ અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા સંરક્ષણ ઉપાયોની સરાહના કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ગઈકાલે યમનમાં હૂતીના એક સશસ્ત્ર દળને નિશાન બનાવીને હવાઈ હમલો કર્યો હતો. ઇઝરાયેલની સેનાએ હુદેદાહ બંદરના મુખ્ય તેલ ભઁડાર અને વીજળી મથકોને પણ નિશાન બનાવ્યા હતા.
યમનના હૂતી જૂથના મુખ્ય વાર્તાકાર મહોમ્મદ અબ્દુલ સલામે એક નિવેદનમા કહ્યું છે કે ઇઝરાયેલના આ હુમલા તેમના સશસ્ત્ર દળોને ઇઝરાયેલના શહેર અને ઠેકાણાઓને નિશાન બનાવતા નહીં રોકી શકે.

આ પૂર્વે હૂતી દળોએ શુક્રવારે તેલ અવીવ પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં ઇઝારાયેલના એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે અન્ય કેટલાકને ગંભીર ઈજા પહોંચી હતી.
હૂતી જૂથનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં ઇઝારેયલના હુમલાનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં આ ડ્રોન હુમલો કરાયો હતો. દરમિયાન ઇઝરાયેલના લડાકુ વિમાનોએ લેબનોનના દક્ષિણ – પશ્ચિમ અદલૂન શહેરમાં હિજબુલ્લાહના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ