ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ પર વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી છે.
ઇજિપ્ત અથવા કતારમાં યોજાનારી વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇઝરાયેલે નિર્ણય કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સમર્થિત કતારની અને ઇજિપ્તની મધ્યસ્થી અંગે હમાસ દ્વારા સમર્થન આપવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. હમાસના આ પ્રતિસાદ બાદ ઇઝરાયેલે પણ વાટાઘાટોમાં ભાગ લેવાની સંમતિ આપી હતી.
આ વાટાઘાટો માટે પ્રારંભિક ચર્ચા પછી, પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રતિનિધિમંડળ મોકલવાની મંજૂરી આપી હતી.
Site Admin | જુલાઇ 5, 2024 10:04 એ એમ (AM) | newsupdate | topnews