ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો છે. ઇઝરાયેલી દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હવાઈ હુમલો કર્યો. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે લગભગ 100 યુદ્ધ વિમાનોએ 40 થી વધુ સ્થાનો પર હુમલો કર્યો, હજારો હિઝબોલ્લા રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો. હિઝબુલ્લાએ જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલ પર મોટા હુમલાના પ્રથમ તબક્કાની શરૂઆતની જાહેરાત કરી હતી. જૂથે 11 લશ્કરી સ્થળોને નિશાન બનાવીને ઈઝરાયેલ પર 320 રોકેટ અને ડ્રોન છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)