ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ – અલ હિલાલ બાપ્ટિસ્ટ હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે, હોસ્પિટલ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેની અંદર હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હતું. ગાઝાની સિવિલ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
Site Admin | એપ્રિલ 14, 2025 9:53 એ એમ (AM)
ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ – અલ હિલાલ બાપ્ટિસ્ટ હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો
