ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે આજે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં લેબનોનમાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું છે. સેનાએ શાહીનપર લેબનીઝ પ્રદેશમાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના 14 મહિનાના યુદ્ધનો અંત લાવનારા યુદ્ધવિરામ કરાર હેઠળ દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયલ સૈન્યને સંપૂર્ણ પરત ખેંચવાની સમય મર્યાદાની પૂર્વસંધ્યાએ આ હુમલો કરવામાં આવ્યો હતો.યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયલે દક્ષિણ અને પૂર્વી લેબનોનમાં હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, અને કહ્યું છે કે તે મિસાઇલો અને લડાયક સાધનો ધરાવતા લશ્કરી સ્થળોને નિશાન બનાવી રહ્યું છે.ઇઝરાયલ અને લેબનોને એકબીજા ઉપર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 6:34 પી એમ(PM) | ઇઝરાયલી સૈન્ય
ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું
