ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 2:54 પી એમ(PM) | ઇઝરાયલ

printer

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. તેલ અવીવ નજીક પાર્કિંગમાં લગભગ 3 બસમાં વિસ્ફોટ થયો હતો, જેથી દેશભરમાં પરિવહન સેવા અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી હતી.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝામાંથી 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહોને મુક્ત કર્યાના થોડા સમય બાદ જ આ વિસ્ફોટ થયા હતા.
ઇઝરાયલી પોલીસના જણાવ્યા મુજબ તેમને 3 બળી ગયેલા વિસ્ફોટક ઉપકરણો અને 2 બોમ્બ મળી આવ્યા હતા, જે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક જેવા જ હતા. દરમિયાન, હમાસના એક વરિષ્ઠ નેતાએ આ વિસ્ફોટમાં તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ