ઇઝરાયલની સેનાએ ગઈકાલે દક્ષિણ ગાઝામાં એક મેડિકલ સંકૂલ પર કરેલા હવાઈ હુમલામાં હમાસના સભ્ય ઇસ્માઇલ બરહૂમ અને અન્ય ચાર પેલેસ્ટિનિયન લોકોના મોત થયા છે.સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે કે ઇઝરાયેલે ડ્રોન દ્વારા સંકુલની ઇમરજન્સી બિલ્ડિંગના બીજા માળે હુમલો કર્યો હતો. ઇઝરાયલે હમાસ પર યુદ્ધવિરામની સુધારેલી શરતો સ્વીકારવાનો ઇનકાર કરતો આરોપ લગાવી ગત અઠવાડિયાથી ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.
Site Admin | માર્ચ 24, 2025 2:09 પી એમ(PM)
ઇઝરાયલની સેનાએ ગઈકાલે દક્ષિણ ગાઝામાં કરેલા હવાઈ હુમલામાં હમાસના સભ્ય ઇસ્માઇલ બરહૂમ અને અન્ય ચાર પેલેસ્ટિનિયન લોકોના મોત થયા
