ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે.
આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે.
ઇઝરાયલના પ્રધાનમંત્રી કાર્યાલયે ગઈકાલે જણાવ્યું હતું કે,
સુરક્ષા મંત્રીમંડળે રાજદ્વારી, સુરક્ષા અને માનવતાવાદી પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી આ કરારને સ્વીકારવાની ભલામણ કરી છે. આ કરાર આવતીકાલથી અમલમાં આવશે. ત્રણ મહિલા બંધકોને આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM) | ઇઝરાયલ