ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય દેશોએ ઇઝરાયેલ અને હમાસને 15 ઑગસ્ટે દોહા અથવા કાઇરોમાં કોઈ પણ વિલંબ વિના વાટાઘાટો પુન: શરૂ કરવા અપીલ કરી છે.
આ નિવેદનમાં કહેવાયું છે કે યુદ્ધ વિરામ સમજૂતિ અંતિમ ચરણમાં છે, માત્ર તેના અમલીકરણની વિગતો પૂર્ણ થવાની બાકી છે.
ઇજિપ્ત, કતર અને અમેરિકા એ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ લાંબી યુદ્ધવિરામ મધ્યસ્થી કરી હતી, જે નવેમ્બર 2023ના અંતમાં પૂર્ણ થઈ હતી. જેમાં પેલેસ્ટાઇનના કેદીઓ અને ઇઝરાયેલી બંધકો વચ્ચેની આપ – લે અને ગાઝાને વધુ માનવતાવાદી સહાય વિતરણ સહિતના મુદ્દાઓ સામેલ હતા. આમ છતાં યુદ્ધવિરામ સમજૂતિ લઈને મધ્યસ્થ દેશોને હજી સુધી પૂર્ણ સફળતા મળી નથી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:14 એ એમ (AM) | યુદ્ધ