ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે. રાજ્યભરના વિજ્ઞાન પ્રવાહના એક લાખ 29 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી આ પરીક્ષા રાજ્યના અલગ અલગ જિલ્લાના 35 કેન્દ્રો ઉપર 638 શાળાઓના કેન્દ્રો ઉપર લેવાશે. છ હજાર 549 બ્લોકમાં યોજાનારી આ પરીક્ષામાં સૌથી વધુ 19 હજાર 600 કરતાં વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના નોંધાયેલા છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્ન પત્ર સવારે દસથી બારમાં અને જીવ વિજ્ઞાનનું એક વાગ્યાથી બે વાગ્યા દરમિયાન અને છેલ્લે ગણિતનું પેપર ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીનું રહેશે.
Site Admin | માર્ચ 23, 2025 9:44 એ એમ (AM)
ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે.
