ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 10:02 એ એમ (AM)

printer

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ

ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. સાત દિવસ ચાલનારી ટૂર્નામૅન્ટમાં યુનાઈટેડ કિંગ્ડમના વેસ્ટ મિડલૅન્ડ્સ ક્ષેત્રમાં બર્મિંઘમ, કૉવેન્ટ્રી, વૉલ્સૉલ અને વૉલ્વર-હેમ્પ્ટનમાં 60થી વધુ મૅચ રમાશે.
પુરુષ વર્ગમાં 10 ટીમ ભાગ લેશે. તેમને બે બરાબર સમૂહ ‘એ’ અને ‘બી’માં વહેંચવામાં આવશે. ગૃપ એ-માં હંગેરી, પૉલૅન્ડ, જર્મની અને અમેરિકા, જ્યારે ગૃપ બી-માં ભારત, ઇટાલી, સ્કૉટલૅન્ડ, વૅલ્સ અને હૉંગકૉંગ ચીન સામેલ છે. બીજી તરફ મહિલાઓના વર્ગમાં છ ટીમને ‘ડી’ અને ‘ઈ’ ગૃપમાં વહેંચવામાં આવી છે. ભારત વૅલ્સ અને પૉલૅન્ડ સાથે ગૃપ ‘ડી’માં સ્પર્ધા કરશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ કબડ્ડી દ્વારા આયોજિત આ બીજો કબડ્ડી વિશ્વકપ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ