આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા હતા. દિવાળી બાદ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એમ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભાવિકોએ ચારધામનાં દર્શન માટે છ મહિના રાહ જોવી પડશે.
10 મેથી 17 નવેમ્બર દરમિયાન કુલ 48 લાખ 11 હજાર 279 યાત્રિકોએ ચાર ધામની મુલાકાત લીધી હતી. સૌથી વધુ 16 લાખ 52 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ આવ્યા હતા, જ્યારે 14 લાખથી વધુ ભાવિકો બદ્રીનાથ ધામ, 7 લાખ 14 હજાર યાત્રાળુઓ યમુનોત્રી ધામમ અને 8 લાખ 15 હજાર યાત્રાળુઓ ગંગોત્રી ધામ આવ્યા હતા.
એક લાખ 26 હજાર શ્રદ્ધાળુઓએ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ આવ્યા હતા. આ વર્ષે 261 તીર્થયાત્રીઓના મોત થયા છે અને 20 તીર્થયાત્રીઓ ગુમ છે.
Site Admin | નવેમ્બર 19, 2024 9:22 એ એમ (AM) | ઉત્તરાખંડ