ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 8, 2024 8:08 પી એમ(PM) | ખરીફ પાક

printer

આ વર્ષે સારા ચોમાસાને કારણે દેશમાં ખરીફ પાક હેઠળનો વિસ્તાર 14.1 ટકા વધીને ત્રણ કરોડ78 લાખ 72 હજાર હેક્ટર થયો

આ વર્ષે સારા ચોમાસાને કારણે દેશમાં ખરીફ પાક હેઠળનો વિસ્તાર 14.1 ટકા વધીને ત્રણ કરોડ78 લાખ 72 હજાર હેક્ટર થયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાંત્રણ કરોડ 31 લાખ 90 હજાર હેક્ટર હતો. કૃષિ મંત્રાલયદ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ વર્ષે કઠોળનો વાવેતર વિસ્તાર ગયા વર્ષકરતાં 50 ટકા વધીને 36 લાખ 81 હજાર હેક્ટર થયો છે. કઠોળની અછતને જોતાં આ સારો સંકેતછે. ડાંગરનો વાવેતર વિસ્તાર 50 લાખ 26 હજાર હેક્ટરથી વધીને 59 લાખ 99 હજાર હેક્ટર થયો છે. આ જ રીતે, તેલિબિયાં, શેરડી અને સોયાબીનનાં વાવેતર વિસ્તારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ