ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 16, 2024 2:24 પી એમ(PM) | શ્રીલંકા

printer

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લેતાં શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને ફાયદો

આ વર્ષે ત્રણ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી,જેના કારણે ભારત ત્યાંના પ્રવાસન માટેનું સૌથી મોટું બજાર બન્યું.શ્રીલંકા પર્યટન વિકાસ સત્તામંડળે જાહેર કરેલા આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબરના મધ્ય સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે.પ્રવાસીઓની દ્રષ્ટિએ ભારત પછી બ્રિટન, રશિયા અને જર્મની આગામી ત્રણ સ્થાને છે જ્યારે ચીન પાંચમા સ્થાને છે.  અમારા કોલંબો સંવાદદાતા અહેવાલ આપે છે કે તાજેતરના વર્ષોમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું રહ્યું છે.એક તરફ નિયમિત ઉડાનો અને બીજી તરફ ફેરી સેવાઓ ફરી શરૂ થવાથી બંને દેશ વચ્ચે મુસાફરી સરળ અને સુવિધાજનક બની છે.પ્રવાસન એ ત્યાંના ટોચના વિદેશી આવક ઉત્પાદકોમાંનું એક છે.શ્રીલંકાના પ્રવાસન અધિકારીઓએ ગયા મહિને કહ્યું હતું કે તેઓ વર્ષ 2025માં 30 લાખ જેટલાં વિદેશી પ્રવાસીઓના આગમનની અપેક્ષા રાખે છે.જે પ્રવાસન ઉદ્યોગને કોવિડ પહેલાના સ્તરે લઈ જશે.                          

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ