ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 1:51 પી એમ(PM) | esic

printer

આ વર્ષે ઓક્ટોબર મહિના દરમિયાન કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) યોજના હેઠળ 17 લાખથી વધુ નવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે

આ વર્ષે ઓક્ટોબર મહિના દરમિયાન કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) યોજના હેઠળ 17 લાખથી વધુ નવા કર્મચારીઓની નોંધણી કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે નેટ રજીસ્ટ્રેશનમાં ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં આ વર્ષે 3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ઓક્ટોબર મહિના દરમિયાન ઉમેરાયેલા કુલ 17.8 લાખ કર્મચારીઓમાંથી, 8.5 લાખ કર્મચારીઓ, જે કુલ નોંધણીના 47 ટકાથી વધુ 25 વર્ષ સુધીની વય જૂથના છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વધુ કામદારોને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓક્ટોબરમાં 21,588 નવી સંસ્થાઓને ESI યોજના હેઠળ સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવી છે. આશરે 42 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ પણ ESI યોજના હેઠળ નોંધાયેલા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ