હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને ઓડિશાના કેટલાક ભાગ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું રહેવાની પણ શક્યતા છે.હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વના મોટાભાગના વિસ્તારો, મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં બે થી ચાર દિવસ સુધી ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે.
Site Admin | એપ્રિલ 1, 2025 10:05 એ એમ (AM)
આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા-હવામાન વિભાગ
