આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી સરમાએ કહ્યું કે, સંપૂર્ણ ચૂંટણી ઢંઢેરો થોડા દિવસો બાદ પ્રસિદ્ધ કરાશે. તેમણે ઉમેર્યું કે, હેમંત સોરેન સરકાર ઝારખંડ રાજ્યની રચનાનો હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહી છે. ભાજપે રાજ્યના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તૈયાર કરી છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:01 પી એમ(PM)
આ બુધવારે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સંક્ષિપ્ત પક્ષ ઢંઢેરો જાહેર કરાશે :ઝારખંડ ભાજપના સહ-ચૂંટણી પ્રભારી હિમંતા બિસ્વા સરમા
