આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત, 95 જેટલી ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે. ઉપરાંત 48 ટ્રેનના મુસાફરીમાં લગતા સમયમાં પાંચ મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખીયાળી, ભુજ સહિત અન્ય મથકના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમય થી પહેલા કે પછી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના નવા સમયપત્રક અંગે વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરવાનો રહેશે અને પૂછપરછ માટે રેલવે ઈન્ક્વાયરી નંબર 139 અથવા વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર માહિતી મળી શકશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:37 પી એમ(PM) | ટ્રેનો