આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું હતું.
આ પ્રસંગે શીશપાલજીએ જણાવ્યું હતું કે, યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. રાજ્યભરમાં અત્યાર સુધી દોઢ લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યાં છે અને આગામી સમયમાં ૧૦ લાખ યોગ ટ્રેનરનો તૈયાર કરવાનો લક્ષ્ય છે.
બે દિવસીય શિબિરનો હેતુ લોકોને માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 4:10 પી એમ(PM)
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બે દિવસની ‘શિતકાલીન યોગ શિબિર’ નું સમાપન થયું
