આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ન્યાયાધીશ બીપ્લબ શર્મા સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પૈકી 80 ટકા ભલામણ સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ મંત્રીમંડળની બેઠકને પત્રકારોને જણાવ્યું કે, આ ભલામણો આગામી 15મી એપ્રિલથી અમલમાં મૂકાશે. આ ઉપરાંત આસામ સરકારે પોતાના કર્મચારીઓને એક કરોડ રૂપિયાનું વિમા કવચ આપવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય મુજબ અકસ્માતના કારણે રાજ્ય સરકારના કર્મચારીનું મૃત્યુ થાય અથવા તે કાયમી દિવ્યાંગ બને તો આ વિમા કવચનો લાભ મેળવી શકે. એવી જ રીતે થોડી દિવ્યાંગતાના કેસમાં સંબંધિત કર્મચારીને 80 લાખ રૂપિયા અપાશે. રાજ્ય મંત્રીમંડળે આસામના 20 લાખ લોકોને નવા રેશન કાર્ડનું વિતરણ કરવાની મંજૂરી આપી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 2:51 પી એમ(PM) | આસામ