આસામ સરકારે દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ કરવા માટે નૌકાદળના મરજીવા તૈનાત કરવા વિનંતી કરી છે. 300 ફૂટ ઊંડી ખાણમાં પાણી ભરાઈ ગયા બાદ ખાણિયાઓરેટ- હોલ કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા.સેનાએ રાજ્ય આપતી પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપતી પ્રતિભાવ દળ સાથે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી છે. સેનાએ બચાવ કામગીરીમાં જરૂરી સાધનો સાથે મરજીવા, એન્જિનિયરો અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓને તૈનાત કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે વિશાખાપટ્ટનમના નૌકાદળના મરજીવા ટૂંક સમયમાં ખાણ પર પહોંચી જશે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 2:16 પી એમ(PM)