આસામમાં બચાવ ટૂકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાનાં ઉમરાંગસો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો છે. ગેરકાયદેસર રેટ-હોલ કોલસાની ખાણની અંદર ફસાયેલા બાકીનાં શ્રમિકોને શોધવા માટે અનેક કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ આજે છઠ્ઠા દિવસે બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું.
અગાઉ, બચાવ ટીમે એક મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોમવારે ખાણમાં પાણી ભરાઈ જતાં નવ શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:29 પી એમ(PM)