ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ એકમ માટે 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15 હજાર પ્રત્યક્ષ જ્યારે આશરે 13 હજાર પરોક્ષ રોજગાર ઊભો થશે.
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં દરરોજ 4 કરોડ 83 લાખ ચિપ્સ બનાવી શકાય છે જેનો ઉપયોગ બેટરીથી ચાલતા વાહનો અને દુરસંચાર
તથા નેટવર્ક માળખામાં થશે.
આ વર્ષે 29 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 4, 2024 11:44 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | આસામ | ટાટા | સેમિકંડકટર
આસામમાં ટાટાએ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ કર્યું : અશ્વિની વૈષ્ણવ
