આસામમાં આવતીકાલે યોજાનારી પાંચ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કુલ 1 હજાર 78 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.સામગુરી સહિત તમામ 5 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પૂરતાસુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે તમામ બેઠકો પર સત્તારૂઢ ભાજપ, આસોમ ગણ પરિષદ, યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) જોડાણ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થવાની સંભાવના છે. જેમાં 9 લાખથી વધુ મતદારો 34 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, આસોમ ગણ પરિષદના પ્રમુખ અતુલ બોરા, કોંગ્રેસના સાંસદો ગૌરવ ગોગોઈ અને રોકીબુલ હુસૈને પેટાચૂંટણીમાં તેમના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે.
Site Admin | નવેમ્બર 12, 2024 6:33 પી એમ(PM)