આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંતા બિસ્વા સરમાએ આવનાર 2025 ના વર્ષને વાંચન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, આ જાહેરાત સાથે જ વાંચનને પ્રોત્સાહન મળે તેવી સામાજિક વ્યવસ્થાનો પાયો નાખવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ વર્ષમાં રાજ્યમાં 259.7 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધા થી સજ્જ 2 હજાર 597 પુસ્તકાલય બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 6:34 પી એમ(PM) | મુખ્યમંત્રી