આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી – AIPA એડવાઈઝરી ઑન ડેન્જરસ ડ્રગ્સની સાતમી બેઠક આજે લાઓસ ખાતે શરૂ થઈ. ડ્રગ્સ મામલા અંગે સંસદનું ધ્યાન દોરવું અને તેની ભૂમિકાને મજબૂત બનાવવી એ આ બેઠકનું કેન્દ્ર બિંદુ છે.
લાઓસ રાષ્ટ્રીય વિધાનસભાના ઉપ-પ્રમુખ ખમ્બે દામલાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં A.I.P.A.ના સભ્ય દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખામ્બેએ માદક પદાર્થ સામેના ગુનાઓને રોકવા, અંકુશમાં લાવવા, નિયંત્રણ અને ઉકેલ લાવવા માટે AIPA સભ્ય દેશોના પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:34 પી એમ(PM) | ASEAN | Laos
આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી આજે લાઓસ ખાતે શરૂ
