આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યાનાં છ મહિના બાદ ભારત લાલ બોલ સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી હરાવીને બાંગલાદેશ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.વિરાટ કોહલી, રિષભ પંત અને કે એલ રાહુલ લાંબા વિરામ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરી રહ્યા છે. મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:52 પી એમ(PM)
આવતી કાલે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોહિત શર્માનાં કેપ્ટનશીપ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ સામે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે
