ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 8:04 પી એમ(PM)

printer

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે. યુવાઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15 જુલાઇએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. ડ્રોન મંત્રા લેબમાં 100 ડ્રોનનું નિર્માણ કરાયું છે અને પાયલટ તાલીમમાં તેના ઉપયોગ કરવામાં આવશે. 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પાયલટ તાલીમ શરૂ થશે.. ખેડૂત તથા ખેડૂત પુત્રોને 1200 રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલટ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ