ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આવતીકાલે વિશ્વ કપાસ દિવસ, કપાસના ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે

કપાસ ઉત્પાદનમાં ગુજરાત એ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. આવતીકાલે સાતમી ઑક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસને ધ્યાનમાં રાખી કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગુજરાત કપાસમાં 26 લાખ 8 હજાર હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ગાંસડી ઉત્પાદન અને 589 કિલો પ્રતિ હેકટરની રૂ ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં બીજા નંબરે આવે છે. રાજ્યના અર્થતંત્રમાં અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં રાજ્યની કપાસ ઉત્પાદકતામાં 459 કિલો રૂ પ્રતિહેક્ટરનો વધારો થયો છે.

શ્રી પટેલે ઉમેર્યું કે, ‘ભારતે વર્ષ 2021માં વિક્રમજનક 10 લાખ 787 મિલિયન ડૉલરની કિંમતના કપાસની નિકાસ કરી હતી. રાજ્ય સરકારની અનેક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનારા સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું કેન્દ્ર બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં રાજ્યનું યોગદાન સૌથી વધુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ