આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાનાં લોકો સુધી ઉદ્યોગ સાહસીકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઉજવવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરી હતી. જે આજે 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા દોઢ લાખથી વધારે સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં બાર હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે.
રાજ્ય સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ” સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે 350 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.
જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે “Prime Minister Award for Excellence in Public Administration in 2017” એવોર્ડ મળ્યો હતો. તદ્ઉપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-21 અને 2022 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ પણ મળ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 15, 2025 6:08 પી એમ(PM) | Gujarat | national startup day | startup india