ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 7:48 પી એમ(PM)

printer

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ કરશે

આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત યુવા નેતાઓ સાથે નવી દિલ્હીમાં સંવાદ અને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદને દેશના સર્વાંગી વિકાસના પ્રવાસમાં યુવાનોને જોડવાની આગવી પહેલ તરીકે ઓળખાવ્યો છે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ત્રણ હજારથી વધુ યુવા નેતાઓ વિકસિત ભારત અંગે પોતાનો દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરશે.
આજે દિલ્હીમાં યોજાઇ રહેલા વિકસિત ભારત યુવા અગ્રણી સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતાં યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આવતીકાલના સંવાદ કાર્યક્રમ બાદ કેન્દ્ર સરકાર યુવા અગ્રણીઓ માટે સામાજીક સેવાની વિવિધ ઇવેન્ટનું આયોજન કરશે. જેના કારણે યુવા અગ્રણીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાજ સેવાનો અનુભવ મળી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ