ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે

દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યોજાનાર આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રાષ્ટ્રભાવના સાથે જોડાશે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘હર ઘર તિરંગા યાત્રા યોજાનાર છે. તેમાંથી આ સૌપ્રથમ યાત્રા છે. આ તિરંગા યાત્રામાં કણબી રાસ, મણીયારો રાસ, બેડા નૃત્ય, ડોકા રાસ, મંજીરા રાસ, ડાંગી નૃત્ય, ઢાલ-તલવાર નૃત્ય, માલધારીઓનો ગોફ રાસજેવા અનેક ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહિત અન્ય મહાનુભાવો આ યાત્રામાં જોડાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ