આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી જ ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ રહી છે. તરુણદીપ રાય અને પ્રવિણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભકત, ભજન કૌર અને બી. ધીરજ આજે વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભાગ લેશે.
ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે 1 વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ પુરુષોનો રેન્કિંગ રાઉન્ડ 5:45 વાગ્યે શરૂ થશે. ભારતીય ખેલાડીઓની અન્ય મેચ 28 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે યોજાશે. રેન્કિંગ રાઉન્ડ બાદ સ્પર્ધા મેચ પ્લે રાઉન્ડમાં શિફ્ટ થશે. ભારત પેરિસમાં તમામ પાંચ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં પુરુષ અને મહિલા ટીમ, વ્યક્તિગત અને મિશ્ર શ્રેણીએમ કુલ મળીને, 128 એથ્લેટ્સ પેરિસ ગેમ્સમાં તીરંદાજી માટે ક્વોલિફાય થયા છે, જેમાં 64 મહિલાઓ અને 64 પુરૂષો છે.
Site Admin | જુલાઇ 25, 2024 11:35 એ એમ (AM)