પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11 વાગ્યાને 10 મિનીટે ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બરથી રવિવાર સિવાય દરરોજ સવારે 5 વાગ્યાને 5 મિનિટે પ્રસ્થાન કરીને સવારે 10 વાગ્યાને 50 મિનીટે અમદાવાદ પહોંચશે એમ પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન સેવા આવતીકાલે બપોરે 4.05 વાગ્યે ભુજથી પ્રસ્થાન કરશે અને રાત્રે સવા 10 વાગ્યે અમદાવાદ પહોંચશે. દરમિયાનમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા તથા સાબરમતી સ્ટેશન પર રોકાશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:15 પી એમ(PM)