આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષનો વિષય છે. જીવનને સ્પર્શવુ, ચંદ્રને સ્પર્શવું -‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગયા વર્ષે 23મી ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનાં સોફ્ટ લેન્ડિંગ સાથે ચંદ્રયાન થ્રી મિશન સફળ રીતે પૂર્ણ થયું હતું. તેમણે જણાવ્યું કે, આ સાથે ભારત ચંદ્ર પર ઉતરાણ કરનાર ચોથો અને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ નજીક ઉતરાણ કરનાર ચોથો દેશ બન્યો હતો
Site Admin | ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #NationalSpaceDay2024 | India