ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2024 4:19 પી એમ(PM) | વિશ્વ સિંહ દિવસ

printer

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. વિશ્વ વિખ્યાત ગીર અભયારણ્યમાં સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ, અને સિંહદર્શનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે 10મી ઓગસ્ટે સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર અભયારણ ખાતે ખાસ ઉપસ્થિત રહીને સિંહ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. દરમિયાન નાયબ વન સંરક્ષક  આરાધના શાહુના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં 30,000 ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહનોવસવાટ  છે. વર્ષ 2020ની ગણતરી મુજબ એ સમયે માત્ર ગીર જંગલમાં જ 674 સિંહ નોંધાયા હતા. આવતીકાલે સિંહ દિવસ નિમિતે વિદ્યાર્થીઓની રેલી, તસવીર પ્રદર્શન અને વન્ય સૃષ્ટિ વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા સહિતનાં આયોજન કરવામાં આવ્યા છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ