જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 બેઠકો પર આવતીકાલે મતદાન થશે.. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે ત્રણ હજારપાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી એક હજાર 56 શહેરી અને બે હજાર ચારસો 46 ગ્રામ્ય વિસ્તારોમાં છે. આજે 13 હજારથી વધુ મતદાન કર્મચારીઓ મતદાન મથકો પર પહોંચ્યા હતા. મતદાન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.મતદાનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે વેબકાસ્ટિંગની સુવિધા પૂરીપાડી છે. મતદાન બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ચોવીસ કલાક ડિજિટલી દેખરેખ રાખવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં આ મહિનાની 18 તારીખે 24 બેઠકો પર મતદાન થયું હતું.ત્રીજા તબક્કામાં 1લી ઓક્ટોબરે 40 બેઠકો પર મતદાન થશે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 7:47 પી એમ(PM) | વિધાનસભા ચૂંટણી