ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM) | ચૂંટણી

printer

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો પર આ તબક્કામાં મતદાન થશે. આ જિલ્લાઓ જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ છે. બીજા તબક્કામાં લગભગ 25 લાખ 78 હજાર મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.
બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર ગઈકાલે સાંજે સમાપ્ત થઈગયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મતગણતરી 8 ઓક્ટોબરે થશે. 18 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 61 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે બાકીના 40 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે યોજાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ