આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે સવારે 8 થી 9 દરમિયાન ખાતે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9:10 થી. 9:20 સુદામા ચોક ખાતે શ્રમદાન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે. તેમજ 9:25 થી 11 વાગ્યા સુધી બિરલા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે.
ડૉ. માંડવિયા 11 થી 11:30 દરમિયાન ખાદી ભંડાર ખાતે ખરીદી કરશે, 11:30 થી 12 કમલાબાગ ખાતે વ્યાયામશાળા નું લોકાર્પણ કરશે. 12 થી :12:30 દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશન ની મુલાકાત લેશે.