ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM) | aakshvani | amitshah | newsupdate | topnews

printer

આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશેઃ સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ ગઇકાલે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી.
શ્રીસંઘાણીએ સહકાર સે સમૃદ્ધિના કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક ત્રણ વર્ષ નિમિતે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે.
તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે ૫,૦૦૦થી વધુ સભ્યો, ૨૦૦થી વધુ રાષ્ટ્રીયકક્ષાના સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ, દૂધ મંડળીઓ-સંઘો, સહકારી બેંકો, APMC સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો, આગેવાનો અને સભાસદો ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ