આવતીકાલે હવે અનંત ચૌદશ હોવાથી સુરતમાં તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ઘટતી સુવિધા પણ ઉભી થઈ રહી છે. એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકાના નવ ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.
વડોદરામાં પણ આવતીકાલે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં વિસર્જન કુંડ તૈયાર કર્યા છે. આ ઉપરાંત શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એખલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સંવિદનશીલ વિસ્તારોમાં મોટાપાયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં 6500 થી વધુ પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે, અને ડોગ સ્ક્વોડ, ક્વીક રિસ્પોન્સ ટીમ, અશ્વદળ સહિતની ટીમો પણ નજર રાખી રહી છે ત્યારે ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.
નવસારી જિલ્લામાં 54 સ્થળેથી ગણેશ વિસર્જન માટે કુલ 1125 થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત તહેનાત કરવામાં આવશે. ઉપરાંત સીસીટીવી કેમેરા અને ડ્રોન મારફતે વોચ રાખવામાં આવશે.
જ્યારે નવસારી જિલ્લામાં કુલ 54 સ્થળેથી ગણેશ વિસર્જન કાર્ય શાંતિ પૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લામાં ગણેશ વિસર્જન કાર્ય શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા સહિત કુલ 1125 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.જિલ્લામાં પૂર્ણા અંબિકા કાવેરી મીંઢોળા ખરેરા કુદરતી કાંસ તેમજ ઉંભરાટ, દાંડી અને ઓંજલ માછીવાડના દરિયા કિનારેથી તરવૈયાઓની મદદથી ગણેશ વિસર્જન કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 7:24 પી એમ(PM) | ગણેશ વિસર્જન