આવતીકાલથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે સરકારે બંને ગૃહોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું કે સંસદ યોગ્ય રીતે સંચાલિત થાય તે સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી છે.
શ્રી રિજિજુએ બેઠકમાં સૂચનો આપવા બદલ બંને દળોના નેતાઓનો આભાર માન્યો. સાથે જ તમામ દળોને બજેટ સત્રના યોગ્ય સંચાલનમાં સહકાર માટેની અપીલ કરી હતી.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, રામદાસ અઠાવલે, કૉંગ્રેસના નેતા જયરામ રમેશ, તેમજ ગૌરવ ગોગોઈ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા પ્રફુલ પટેલ, ડીએમ કે નેતા ટીઆર બાલુ તેમજ તિરુચિ શિવા, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૌસી સામેલ હતા.
સંસદનું બજેટ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે.