ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2024 7:41 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી – દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ.થોડા વિરામ બાદ આજે ફરી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ થયો હોવાના અહેવાલ છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના થલતેજ, ઇસ્કોન, એસ.જી. હાઈવે, મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના વલસાડ અને ધરમપુર તાલુકામાં 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે કપરાડા, વાપી, પારડીમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી જિલ્લાના બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદી નોંધાયો છે.જેમાં નીલવડા, લાલકા, સુખપુર સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે.તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલ છે.આ સાથે જ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાતા ડેમની સપાટી 327 ફૂટથી વધુ થઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ