આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં 44લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે.પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે. જેનો સમય સવારે 10.30થી 1.30 વાગ્યાનો છે.આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપર સીબીએસઈની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓએમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દિલ્હીથી કંટ્રોલરૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના CCTVનુ મોનિટરિંગ કરશે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:46 પી એમ(PM) | પરીક્ષા
આવતીકાલથી દેશભરમાં ધો.10-12ની CBSE બોર્ડની પરીક્ષામાં 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ અલગ-અલગ 204 જેટલા વિષયોમાં પરીક્ષા આપશે
